MORBI:મોરબીમાં ૬ થી ૧૭ વર્ષના બાળકો માટે નિઃશુલ્ક ‘લાઇવ પેઇન્ટિંગ સેમિનાર’નું આયોજન: શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ટ્રોફી અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાશે

MORBI:મોરબીમાં ૬ થી ૧૭ વર્ષના બાળકો માટે નિઃશુલ્ક ‘લાઇવ પેઇન્ટિંગ સેમિનાર’નું આયોજન: શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ટ્રોફી અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાશે

 

મોરબીની જાણીતી સામાજિક સેવાકીય સંસ્થા ‘શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન’ દ્વારા બાળ વિકાસ કાર્યક્રમ અંતર્ગત ૬ થી ૧૭ વર્ષ સુધીના બાળકો માટે એક ખાસ નિઃશુલ્ક લાઇવ પેઇન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ​આ સેમિનાર આગામી ૧૭ ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે ૨:૦૦ થી ૬:૩૦ વાગ્યા દરમિયાન મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ (રેલવે સ્ટેશન પાસે, સ્ટેશન રોડ, મોરબી-૧) ખાતે યોજાશે.

​કાર્યક્રમમાં મોરબી જિલ્લાના જાણીતા પ્રોફેશનલ પેઇન્ટર દ્વારા બાળકોને આધુનિક ટેકનોલોજી સાથે પેઇન્ટિંગ કલાનો લાઇવ ડેમો આપી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સેમિનારમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ સહભાગી બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાશે, જ્યારે ભાગ લેનાર તમામ બાળ સહભાગીઓને સંસ્થા તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

​રજિસ્ટ્રેશન માટેની વિગતો:આ સેમિનારમાં ‘વહેલા તે પહેલા’ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુક બાળકોના વાલીઓએ બાળકના પૂરા નામ, જન્મ તારીખ, અભ્યાસ, સરનામું અને વાલીના મોબાઈલ નંબર સહિતની વિગતો તારીખ ૧૫ ઓક્ટોબર, ગુરુવાર સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં સંસ્થાના હેલ્પલાઇન નંબર 9726501810 પર વોટ્સએપ કરવાની રહેશે, તેમ સંસ્થાના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી દ્વારા જણાવાયું છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો