HALVAD:હળવદમાં વાહન અકસ્માત બાદ બે જૂથો વચ્ચે અથડામણ: ૩ વ્યક્તિ ઇજાગ્રસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

HALVAD:હળવદમાં વાહન અકસ્માત બાદ બે જૂથો વચ્ચે અથડામણ: ૩ વ્યક્તિ ઇજાગ્રસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

હળવદ શહેરમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ જૂથ અથડામણની ગંભીર ઘટના સામે આવી છે. કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ બે કોમના જૂથો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આ હિંસક અથડામણમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચકતાં હિન્દુ અને મુસ્લિમ સમાજના જૂથો સામસામે આવી ગયા હતા અને મારામારી શરૂ થઈ ગઈ હતી.

આ અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ઈજાઓ ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

નવરાત્રીના તહેવારના પ્રથમ દિવસે જ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હાલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ઘટનામાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો