કાલોલ તાલુકા પત્રકાર એકતા માટે મંથન:વેજલપુરના રમણ સુર્યા હોલમાં પત્રકારોની સમસ્યાઓ અંગે ચર્ચા.

તારીખ ૧૨/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ગતરોજ તારીખ ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ કાકણ ફળિયામાં આવેલા રમણ સુર્યા હોલમાં વેજલપુર અને કાલોલના પત્રકારોની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી. જ્યાં આ બેઠકમાં કાલોલ તાલુકાના તેમજ વેજલપુરના તમામ પત્રકાર ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને બેઠકમાં પત્રકારોને પડતી વિવિધ પ્રકારની સમસ્યાઓ, ફિલ્ડમાં કામગીરી દરમિયાન આવતી મુશ્કેલીઓ અને અન્ય પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને પત્રકારોના પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે વિવિધ અધિકારીશ્રીઓને લેખિતમાં માહિતગાર કરવા અને રજૂઆત કરવા અંગે પણ મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વેજલપુરના તમામ પત્રકારો એક અને નેક બને અને સંગઠિત રહી પત્રકારત્વના હિતમાં કાર્ય કરે તે હતો. અંતે સૌ પત્રકારોએ એકતા જાળવી રાખવા સંકલ્પ કર્યો હતો.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો