સાપુતારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં DGVCLની ઘોર બેદરકારી:- રોજ રાત્રે વીજળી ગુલ થતા પ્રજા ત્રાહિમામ..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન ધામ સાપુતારા તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) એટલે કે જી.ઈ.બી.ની અણઘડ અને લાલીયાવાડી જેવી કામગીરીને કારણે સ્થાનિક રહીશો અને ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોજેરોજ સાંજના અને રાત્રિના સમયે કોઈ પણ જાતની પૂર્વ જાણ વગર અચાનક વીજળી ગુલ થઈ જવાની સમસ્યા રોજીંદી બની ગઈ છે, જેના કારણે ચોમાસા કે ગરમીની ઋતુમાં અંધારપટ છવાઈ જતાં લોકો ભારે હેરાન-પરેશાન થઈ ઊઠ્યા છે.સ્થાનિક નાગરિકો દ્વારા જ્યારે આ સમસ્યા અંગે સાપુતારા જી.ઈ.બી.ના ઓફિશિયલ કમ્પ્લેન નંબર પર ફોન કરીને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે કર્મચારીઓ પોતાની જવાબદારીમાંથી છટકીને એવો જવાબ આપે છે કે “ઉપરથી જ રોજેરોજ લાઈટ બંધ કરવામાં આવે છે, એમાં અમારો શું વાંક?” તંત્રના આવા બેજવાબદાર અને ઉદ્ધત જવાબોથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

અત્રે નોંધનીય છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની સાપુતારા જેવા મહત્વના વિસ્તારમાં સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ સેવા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે. એક તરફ વીજ સેવા પૂરી પાડવામાં તંત્ર સાવ ખોરવાઈ ગયું છે, તો બીજી તરફ ગ્રાહકો પાસેથી સમયસર લાઈટ બિલ ઉઘરાવવામાં DGVCL મોખરે રહે છે. વીજ ગ્રાહકો નિયમિતપણે અને ટાઈમ સર બિલ ભરી દેતા હોવા છતાં, તેમને સતત પાવર કટ અને અંધારપટની સજા ભોગવવી પડી રહી છે.હાલમાં સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક દખલગીરી કરી સતત થતાં પાવર કટની સમસ્યામાંથી મુક્તિ અપાવે.વધુમાં હાલમાં નવરાત્રીનો પર્વ પણ ચાલુ થયો છે.ત્યારે જી.ઈ. બી વિભાગ સતર્ક રહે તેવી માંગ ઉઠી છે..

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો