ડેરોલ સ્ટેશન PKS હાઈસ્કૂલમાં 23મા સંકુલ કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનનો પ્રારંભ:ઉપસ્થિતિ આગેવાનોએ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને બિરદાવી.

તારીખ ૧૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન પી.કે.એસ. હાઈસ્કૂલ ખાતે સંકુલ કક્ષાના 23મા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2026-27 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રદર્શનમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.યોગેશભાઈ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીમિત્રો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. અને બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભા, સર્જનાત્મકતા અને નવીન વિચારોને નિહાળવાનો અવસર મેળવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ક્ષેત્રે રજૂ કરાયેલા વિવિધ મોડેલો અને પ્રોજેક્ટોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા તથા સંશોધનવૃત્તિને પ્રોત્સાહન આપતું આ પ્રદર્શન ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી બની રહેશે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને નવીનતાની ભાવના વિકસે તે માટે આવા આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ સુંદર આયોજન બદલ તમામ આયોજકો, શિક્ષકગણ અને સહભાગી વિદ્યાર્થીઓને અતિથિઓએ હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો એ જણાવ્યું હતું કે આવનારી પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી દેશના વિકાસમાં યોગદાન આપે તેવી શુભકામનાઓ છે. આ પ્રકારના પ્રદર્શનો વિદ્યાર્થીઓમાં સંશોધનવૃત્તિ અને વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો