લાખણી ના વાસણા (વા)ના ચિરાગ મકવાણા એ હિંમતનગર ફુટબોલ જંગમા પ્રથમ ક્રમે રહી વાસણા નુ ગૌરવ વધાર્યું

નારણ ગોહિલ લાખણી

વાત છે નાનકડા ગામની અને સપનું છે મોટા આકાશને આંબવાનું! વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના છેવાડાના વાસણા (વાતમ) ગામના નવયુવાન *ચિરાગ લીલાજી મકવાણા* એ એવું પરાક્રમ કરી બતાવ્યું છે કે જેનાથી સમગ્ર પંથકનું મસ્તક ગર્વથી ઉંચું થયું છે જે તમાંમ માહિતી સાથે જણાવીએ કે ચિરાગ લીલાજી મકવાણા એ પ્રાથમિક શિક્ષણ વાસણા ની ગોગાપુરા સ્કુલ મા લીધુ હતુ શરૂઆત થી તેની ઈચ્છા રમતગમત ક્ષેત્રે વધારે હતી અને આજે ઉંચા સપના હાંસલ કરી બતાવ્યા છે

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા *હિંમતનગરના વિશાળ સ્પોર્ટ્સ સંકુલ ખાતે* યોજાયેલી પ્રતિષ્ઠિત આંતર કોલેજ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચિરાગ લીલાજી મકવાણાએ પોતાની ટીમને જીત અપાવી *વિજેતાનું બિરુદ* હાંસલ કર્યું છે.

 

*મેદાનમાં એવો ખૂંખાર જુસ્સો બતાવ્યો કે સામે વાળી ટીમના છક્કા છૂટી ગયા…*

 

પ્રાપ્ત વિગતો અનુસાર, HNGU હસ્તકની ઉત્તર ગુજરાતની નામાંકિત કોલેજોની ટીમો આ ટુર્નામેન્ટમાં ટક્કર લેવા મેદાને ઉતરી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ફૂટબોલ મહાકુંભમાં લીગ મેચથી લઈને ફાઈનલ સુધી ચિરાગનો દબદબો યથાવત રહ્યો હતો. ફાઈનલના રોમાંચક મુકાબલામાં તેણે પોતાની અદમ્ય સાહસ, સ્ફૂર્તિ અને ગોલ ફટકારવાની અજોડ ક્ષમતાનો પરિચય આપી મેદાનમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નિર્ણાયકશ્રીઓએ પણ તેની રમતને બિરદાવી હતી.

 

*ગામડાનો દીકરો, હવે રાજ્ય કક્ષાએ રમશે!*

 

મહત્વની વાત એ છે કે વાસણા (વાતમ) જેવા નાના ગામમાંથી આવીને, પૂરતી સ્પોર્ટ્સ સુવિધા વિના પણ ચિરાગે આ સિદ્ધિ મેળવી છે. તેની આ જ્વલંત સફળતાથી હવે તેનો માર્ગ સીધો *સ્ટેટ લેવલે નામના મેળવી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે

 

 

ચિરાગની આ ઐતિહાસિક સિદ્ધિના સમાચાર વાયુવેગે વાસણા (વાતમ) માં ફેલાતા જ ગામમાં અનેરા ઉત્સાહ અને ખુશીની લહેર પ્રસરી ગઈ છે. યુવા વર્ગમાં નવો જોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો, વડીલો, યુવા મિત્ર મંડળ અને શાળા પરિવારે ચિરાગ મકવાણા અને તેના પરિવારને ટેલિફોનિક અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો