તારીખ ૧૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
આજે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન પી.કે.એસ. હાઈસ્કૂલ ખાતે સંકુલ કક્ષાના 23મા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2026-27 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રદર્શનમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.યોગેશભાઈ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભા, સર્જનાત્મકતા અને નવીન વિચારોને નિહાળવાનો અવસર મેળવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ક્ષેત્રે રજૂ કરાયેલા વિવિધ મોડેલો અને પ્રોજેક્ટોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા તથા સંશોધનવૃત્તિને પ્રોત્સાહન આપતું આ પ્રદર્શન ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી બની રહેશે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને નવીનતાની ભાવના વિકસે તે માટે આવા આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ સુંદર આયોજન બદલ તમામ આયોજકો, શિક્ષકગણ અને સહભાગી વિદ્યાર્થીઓને અતિથિઓએ હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.











