જામનગરમાં જર્જરિત ઈમારતનો પથ્થર પડતાં દરગાહે દર્શનાર્થે આવેલો યુવક ઘાયલ

જયશ્રી ટોકીઝ નજીક ધાર્મિક સ્થળ પાસે બન્યો બનાવ : ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો, મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા ૧૪, જામનગરમાં જયશ્રી ટોકીઝ નજીક આવેલા એક ધાર્મિક સ્થળ પાસેની જર્જરિત ઈમારતનો પથ્થર નીચે પડતાં દરગાહે દર્શનાર્થે આવેલા એક યુવકને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ ૧૦૮ની ઇમરજન્સી સેવા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ, જર્જરિત ઈમારતનો પથ્થર પડવાની ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાનું તંત્ર પણ સ્થળ પર દોડી ગયું હતું. જાહેર સ્થળે જર્જરિત ઈમારતના પથ્થર પડતાં રાહદારીઓ અને દર્શનાર્થે આવતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.











