MORBI:મોરબી માટે ગર્વની ક્ષણ: રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મોરબીના 6 ઉભરતા ખેલાડીઓની પસંદગી

MORBI:મોરબી માટે ગર્વની ક્ષણ: રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મોરબીના 6 ઉભરતા ખેલાડીઓની પસંદગી

મોરબી:મધ્યપ્રદેશના ભોપાલ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી મોરબીના 6 યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

પસંદગી પામેલા ખેલાડીઓ:અંડર-14 ટીમ: ઝિલ કાનાણી અંડર-17 ટીમ: વર્ચસ્વ શર્મા, દીવ જોટાણીયા અંડર-19 ટીમ: યક્ષ ગોધાણી, પ્રણવ જોષી, અંશ ભાકર

આ પ્રતિભાશાળી ખેલાડીઓ પૈકી યક્ષ ગોધાણી નાલંદા વિદ્યાલય મોરબીના વિદ્યાર્થી છે, જ્યારે અન્ય પાંચ ખેલાડીઓ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ (DWPS) મોરબીના વિદ્યાર્થીઓ છે. આ તમામ ખેલાડીઓ છેલ્લા ઘણા વર્ષોથી મોરબી સ્થિત ‘ધ રોર ક્રિકેટ ક્લબ’ ખાતે કોચિંગ અને તાલીમ મેળવી રહ્યા છે.

મદુરાઈ ખાતે યોજાશે રાષ્ટ્રીય ટુર્નામેન્ટ:

ધ રોર ક્રિકેટ ક્લબના ડાયરેક્ટર ડો. અલી ખાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, પસંદગી પામેલી વેસ્ટ ઝોનની આ ટીમ તામિલનાડુના મદુરાઈ ખાતે 21 થી 30 ઓક્ટોબર દરમિયાન યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતના 8 ઝોન ઉપરાંત દુબઈ અને ઓમાનની ટીમો પણ પ્રતિસ્પર્ધા કરશે. રાષ્ટ્રીય ટુર્નામેન્ટ પહેલાં તમામ ખેલાડીઓ માટે ભોપાલ ખાતે ત્રણ દિવસીય વિશેષ પ્રિ-નેશનલ કેમ્પ યોજાશે.

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અરવિંદ કુમારે તમામ પસંદગી પામેલા ખેલાડીઓ, તેમના કોચ અને ગૌરવાન્વિત વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો