ઈડરના ગણેશપુરા ગામે બે સમાજમાં ઘર્ષણ બાદ આજે આગેવાનોની સમજાવટથી ગામમાં એકતામાં દર્શન થયા

ઈડરના ગણેશપુરા ગામે બે સમાજમાં ઘર્ષણ બાદ આજે આગેવાનોની સમજાવટથી ગામમાં એકતામાં દર્શન થયા

છેલ્લા કેટલાક દિવસોથી ઈડર તાલુકાનું ગણેશપુરા ગામ હિજરતના મામલે મીડિયા ની સુરખીઓમાં છવાયેલું હતું ગામમાં એક વડલા નું ઝાડ વાવવામાં આવ્યું હતું કોઈક અસામાજિક તત્વો દ્વારા આ વડલાના ઝાડમાં એસિડ નાખી તેને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો જેને લઇ ગામમાં લઘુમતી સમાજ અને રાવત સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થયેલું ઘર્ષણ એટલે સુધી પહોંચ્યું કે રાવત સમાજના 72 જેટલા પરિવારો એ હિજરત કરવાની તૈયારી દર્શાવી જેને લઇ જિલ્લા પોલીસ વડા સુધી આ બાબતની રજૂઆત કરવામાં આવી જેને લઇ તંત્ર પણ હરકતમાં આવ્યું. હિજરતની વાત સાંભળી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પણ મેદાનમાં આવી ગયા. પરિસ્થિતિને પારખી જઈ ઈડરના ડીવાયએસપી સ્મિત ગોહિલ તેમજ પીઆઇ આર એ ચૌધરી દ્વારા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ત્યારબાદ બંને સમાજો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા જેને લઇ ગામનો માહોલ બગડી ગયો જેને લઇ બંને સમાજના આગેવાનો દ્વારા મીટીંગ કરવામાં આવી બંને સમાજના આગેવાનોએ પોતપોતાના સમાજના યુવાનો અને વડીલોને સાચી હકીકત થી વાકેફ કરવામાં આવ્યા જેને લઇ કોઈ ઘર્ષણ પેદા ન થાય આજે બંને સમાજના આગેવાનો દ્વારા ઈડર ડીવાયએસપીની કચેરી આવી બંને સમાજના આગેવાનોએ સમાધાનની વાત મૂકી હતી બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું ત્યારબાદ મુસ્લિમ સમાજના આગેવાનો અને રાવત સમાજના આગેવાનોએ ભેગા મળી ફરીથી એ ગામમાં જઈ જે વડલાના ઝાડને નષ્ટ કરવાનું કામ કરવામાં આવ્યું હતું તે જગ્યાએ પૂજા વિધિ કરી ફરીથી ત્યાં નવું વડલાનું ઝાડ રોપવામાં આવ્યું. ત્યારબાદ ગ્રામજનોએ ભેગા મળી એકબીજાને મીઠાઈ ખવડાવી હતી જેને લઇ ગામમાં એકતાનું વાતાવરણ ઊભું થયું હતું

જયંતિ પરમાર સાબરકાંઠા

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો