MORBI:મોરબીથી પ્રસિદ્ધ થતું વાત્સલ્યમ્ સમાચારનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ: સત્ય અને નિષ્પક્ષ પત્રકારત્વના ૫ સફળ વર્ષ પૂર્ણ

MORBI:મોરબીથી પ્રસિદ્ધ થતું વાત્સલ્યમ્ સમાચારનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ: સત્ય અને નિષ્પક્ષ પત્રકારત્વના ૫ સફળ વર્ષ પૂર્ણ

વાચકો અને પત્રકાર મિત્રોના અતૂટ વિશ્વાસ બદલ તંત્રી પરેશકુમાર પારીઆએ માન્યો આભાર

લોકશાહીના ચોથા સ્તંભ તરીકે જનતાના અવાજને વાચા આપતું લોકપ્રિય માધ્યમ ‘વાત્સલ્યમ્ સમાચાર’ પોતાની ગૌરવપૂર્ણ અને સફળ સફરના ૫ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. પાંચ વર્ષની આ યાત્રા દરમિયાન વાત્સલ્યમ્ સમાચાર હંમેશાં સચોટ, નિર્ભીક અને વાસ્તવિક પત્રકારત્વ માટે અગ્રેસર રહ્યું છે.

આ સીમાચિહ્નરૂપ સિદ્ધિના અવસરે ‘વાત્સલ્યમ્ સમાચાર’ના તંત્રી શ્રી પરેશકુમાર પારીઆએ તમામ વાચક મિત્રો, સહયોગીઓ તેમજ સમગ્ર રાજ્ય અને દેશભરમાં કાર્યરત પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વાચકોનો પ્રેમ, સમર્થન અને પત્રકાર ટીમની અથાક મહેનતના પરિણામે જ અખબાર આજે આ મુકામે પહોંચી શક્યું છે.

નિષ્પક્ષ પત્રકારત્વનો સ્પષ્ટ સંદેશ આપતાં તંત્રીશ્રીએ જણાવ્યું હતું કે:”અમારું બોલવાનું અને લખવાનું હંમેશાં સત્ય તરફ હોય છે, કોઈને સારું કે ખરાબ લગાડવા માટે નથી હોતું.”તેમણે ઉમેર્યું કે મીડિયાનું મુખ્ય કર્તવ્ય કોઈપણ પક્ષપાત વગર સાચી હકીકત જનતા સુધી પહોંચાડવાનું છે.ભવિષ્યમાં પણ ‘વાત્સલ્યમ્ સમાચાર’ સત્ય, પારદર્શિતા અને પ્રજાના હિતોનું રક્ષણ કરવા માટે સતત કટિબદ્ધ રહેશે.

છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, શુભેચ્છકો અને વાચકો તરફથી અખબારની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો