તારીખ ૧૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ચલાલી ગામના બાવીસ વર્ષીય યુવક ચૌહાણ મિતેશકુમાર પર્વતસિંહનો મૃતદેહ આજે સવારે જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. મૃતક વેજલપુર ખાતે કર્ણાવતી નામની દુકાને કામ કરતો હતો. વહેલી સવારે દુકાને જવાનું કહી નીકળ્યા બાદ તેનો મૃતદેહ વેજલપુરથી ચલાલી જોડતા માર્ગ પર જોડીયા કુવા ચોકડી પાસે કાંકરા કોતરડી જંગલ વિસ્તારમાંથી મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામમાં રહેતા ચૌહાણ મિતેશકુમાર પર્વતસિંહ (ઉ.વ-૨૨) તેઓ વેજલપુર ખાતે આવેલી કર્ણાવતી નામની દુકાને કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા જે વહેલી સવારે જોડીયા કુવા ચોકડીથી આગળ કાંકરા કોતરડી જંગલ વિસ્તારમાં મૃતદેહ જોવા મળેલ જે ઘટનાની જાણ વેજલપુર પોલીસને કરતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં ઘટના સ્થળેથી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાની વિગતો સામે આવી છે.










