કાલોલના બાકરોલ ગામે પોલીસનો પ્રોહિબિશન દરોડો: રહેણાંક મકાનમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર.

તારીખ ૧૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફને આજરોજ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, બાકરોલ ગામે રહેતો શૈલેષકુમાર કિરીટસિંહ ગોહિલ તેના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ સંતાડી છુટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે બે પંચો ને સાથે રાખી બાકરોલ શિવનગરી ખાતે આવેલા તેના ઘરે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઘરનો દરવાજો ખુલ્લો હતો અને આરોપી ઘરે હાજર મળ્યો ન હતો. પંચો રૂબરૂ ઘરની ઝડતી લેતા ઘરના ખૂણામાંથી એક મીણીયાના થેલામાંથી માઉન્ટ્સ ૬૦૦૦ ઓરીજીનલ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના ટીન નંગ-૨૨ મળી આવ્યા હતા. જેની એક ટીનની કિંમત રૂ. ૧૧૯ લેખે કુલ કિંમત રૂ.૨૬૧૮ થાય છે.પકડાયેલ બીયર મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે બનેલી હોવાનું ટીન પર લખાણ છે. પોલીસે એક ટીન સેમ્પલ તરીકે સીલ કરી બાકીનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યાં પ્રોહિબિશન પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસર દારૂ રાખવા બદલ આરોપી શૈલેષકુમાર ગોહિલ વિરુદ્ધ ગુજરાત પ્રોહી સુધારા અધિનિયમ ૨૦૧૬ ની કલમ ૬૫(એ)(એ) મુજબ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો