પાલનપુર તાલુકા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ‘માતુશ્રી એસ.બી.વી. ચાવડા સરસ્વતી હાઇસ્કુલ’નો દબદબો, વિવિધ વિભાગોમાં મેળવ્યા પ્રથમ અને દ્વિતીય ક્રમ

15 ઓકટોમ્બર જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા માતુશ્રી એસ.બી.વી. ચાવડા સરસ્વતી હાઇસ્કુલે ફરી એકવાર શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. તારીખ ૯ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ NIB સ્કૂલ ઓફ સાયન્સ ખાતે યોજાયેલ SVS કક્ષાના પાલનપુર તાલુકા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઝળહળતી સફળતા મેળવી છે.
આ વિજ્ઞાન મેળામાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની અદભુત પ્રતિભા અને ઈનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કરીને નીચે મુજબના ક્રમાંકો મેળવ્યા છે:
• પ્રથમ વિભાગ (વિભાગ-૧): પ્રથમ નંબર
• ચોથો વિભાગ (વિભાગ-૪): બીજો નંબર
• પાંચમો વિભાગ (વિભાગ-૫): બીજો નંબર
આ ભવ્ય સફળતા બદલ શાળા પરિવારમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ છે. શાળાના ટ્રસ્ટી મંડળ અને આચાર્યશ્રી દ્વારા આ પ્રોજેક્ટ્સ તૈયાર કરાવનાર તમામ વિજ્ઞાન શિક્ષકોને તેમના કુશળ માર્ગદર્શન બદલ અને રાત-દિવસ મહેનત કરીને શાળાનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો