MORBI:મોરબી જિલ્લા કલેક્ટરેએ સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ

પોસ્ટલ સેવાઓ, આધાર નોંધણી અને રોકડ વ્યવસ્થાપનની સમીક્ષા કરી; નવા મકાન માટે જમીન ફાળવણી તેમજ મહાનગરપાલિકાના માધ્યમથી પત્રકોના વિતરણ અંગે આપ્યા મહત્વપૂર્ણ સૂચનો

નાગરિકોને ઘર આંગણે મળતી ટપાલ અને જાહેર સેવાઓની ગુણવત્તા વધુ સઘન બને તથા પ્રક્રિયા વધુ પારદર્શક બને તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ તથા ટંકારા પોસ્ટ ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ટપાલ બુકિંગ, વિતરણ વ્યવસ્થા, રોકડ વ્યવસ્થાપન તેમજ આધાર નોંધણી અને આધાર સંબંધિત સેવાઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસા કરી તેનો વ્યાપ વધુ વધારવા સૂચન કર્યું હતું. પોસ્ટ ઓફિસમાં નાગરિકોની અવરજવર અને સુવિધાઓને ધ્યાને રાખીને યોગ્ય જગ્યાની આવશ્યકતા પર ભાર મૂકતા કલેક્ટરશ્રીએ નવા મકાન માટે યોગ્ય જગ્યા કે જમીનની માંગણી કરવા પોસ્ટલ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત, ટપાલ વિભાગની વિવિધ સેવાઓ અંગે જનજાગૃતિ વધે તે માટે મહાનગરપાલિકાના માધ્યમથી જરૂરી પત્રકોનું વિતરણ કરવા અંગે પણ સૂચનો કરાયા હતા. મોરબી મુલાકાત બાદ કલેક્ટર એ ટંકારા પોસ્ટ ઓફિસની પણ મુલાકાત લીધી હતી અને નાગરિકોને વધુ કાર્યક્ષમ તથા સુલભ સેવાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમિયાન રાજકોટ પોસ્ટલ ડિવિઝનના સહાયક અધિક્ષક અધિકારી તથા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્ટરશ્રી વર્ષાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

થરા માં ભાજપાના વિજેતા ઉમેદવારોનું મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપામાં મેળવેલા પ્રચંડ વિજયને ઉત્સાહભેર વધાવવા માટે ૧૪ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીમાં વિજેતા બનેલા લોકપ્રિય થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,સામાજિક અને કાનૂની ક્ષેત્રે સક્રિય એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈ નું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા પૃથ્વીરાજસિંહજી વાઘેલાએ સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આગામી સમયમાં સમાજ માટે એક સુવિધા જનક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપતાં હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સાહબ,કારી ઐયુબસાહબ,ફકીરમહમદ સાચોરા,મોહમદ સિદીકભાઈ બચુબા,હનીફભાઈ સાચોરા, યુસુફભાઈ બાજરીવાળા, મોહમદભાઈ માસ્ટર સાહેબ, વકીલ મોહમદભાઈ મોહસીન, રફીક મેમણ,સલીમભાઈ શિહોરીવાળા,યાસીનભાઈ સાચોરા,ગફારભાઈ ચણા વાળા,નુરભાઈ કલરવાળા, રફીકભાઈ લોખંડવાળા, ફકુભાઈ મોરવાડીયા ટપાલી, સુલતાનશાહ ફકીર, રમજુભાઈ ઘોરી,ઇમ્તિયાઝ સાચોરા,રસુલભાઈ હાડવેદ, યાસીનભાઈ બાપુ, સલીમભાઈ બાપુ, ઈકબાલભાઈ શિહોરી, ઈલિયાસ બાપુ,અતિક મેમણ સહિત બંને સમાજના વડીલો, યુવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ નગર પાલિકાના માધ્યમથી શહેરના વિકાસ કાર્યો અને જનસેવાને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો