નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ખાતે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના વરદહસ્તે નવા આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

સુખપર(રોહા) ખાતે નવા આયુષ્માન આરોગ્ય મંદિરના કાર્યાન્વિત થવાથી નાગરિકોને ઘરઆંગણે મળશે પ્રાથમિક સારવાર સહિતની તબીબી સુવિધાઓ.

નખત્રાણા,તા-૧૫ ઓક્ટોબર : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના નાગરિકોને સ્થાનિકકક્ષાએ જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે આશયથી નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. સુખપર (રોહા) ખાતે આ કેન્દ્ર કાર્યરત થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળશે. આ કેન્દ્ર મારફતે દર્દીઓની પ્રાથમિક તપાસ, માતા અને બાળકલ્યાણલક્ષી સેવાઓ, રસીકરણ, તેમજ બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, આરોગ્ય શિક્ષણ અને રોગ નિવારણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધરાશે.સમયસર રોગનું નિદાન અને યોગ્ય માર્ગદર્શન મળવાથી ગ્રામીણ નાગરિકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થશે.આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન મૂળજી ચાવડા,સામાજિક અગ્રણી મોહનભાઈ ચાવડા,નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંતભાઈ વાઘેલા, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન નીતિનગીરી ગૌસ્વામી,તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જશોદાબેન બળીયા તેમજ સુખપર (રોહા) જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઈ ગરવા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત,આરોગ્ય વિભાગ વતી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ. કે.પ્રસાદ,સાયરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. સાવંત રાઠોડ, તાલુકાના આરોગ્ય સુપરવાઈઝરઓ અને સુખપર (રોહા) ખાતે ફરજ બજાવતા એમ.પી.એચ.ડબલ્યુ. જયદીપસિંહ રાઠોડ, સી.એચ.ઓ.ઋતુબેન પરમાર તથા એફ.એચ.ડબલ્યુ.ઉષાબેન સોલંકી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને અને નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે દિશામાં આ નવું આયુષ્માન આરોગ્ય મંદિર મહત્વની ભૂમિકા ભજવશે તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી કચ્છ દ્વારા જણાવાયું છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો