પૂર્વ IAS અધિકારી દિવ્યા મિત્તલે 13 વર્ષની સેવા બાદ રાજીનામું આપી રાજકારણમાં પ્રવેશ કર્યો

IASની નોકરીથી રાજીનામું આપીને પૂર્વ અધિકારી દિવ્યા મિત્તલે રાજકારણમાં પ્રવેશવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેમણે પોતાની નવી રાજકીય પાર્ટી ‘જન નીતિ ભારત’ બનાવવાની પણ ઘોષણા કરી છે, જે આગામી ચૂંટણી લડશે. 2013 બેચના આ પૂર્વ IAS અધિકારીએ 13 વર્ષના લાંબા અને સફળ વહીવટી કારકીર્દિ બાદ આ મોટું પગલું ભર્યું છે.

દિવ્યા મિત્તલે સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પોતાની નવી પાર્ટી ‘જન નીતિ ભારત’ના સ્થાપનાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની આ પાર્ટી આવનારી 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે. આ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાને સીધી નિર્ણય પ્રક્રિયા સાથે જોડવાનો છે.

દિવ્યા મિત્તલે IIT દિલ્હીમાંથી બી.ટેક. અને IIM બેંગલુરુમાંથી એમ.બી.એ.ની પદવી મેળવી છે. આ અભ્યાસ પછી તેમણે થોડો સમય લંડનમાં કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરી હતી. લંડનની આકર્ષક નોકરી છોડીને તેઓ ભારત પરત ફર્યા હતા અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 2013 બેચના ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી બન્યા હતા. પોતાના 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે મિર્ઝાપુર, દેવરિયા અને સંત કબીર નગર જેવા જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સહિતના મહત્ત્વના પદો પર સેવાઓ આપી હતી.

પાર્ટીના મુખ્ય ત્રણ વચનો અને મુખ્ય મુદ્દાઓ

  • જનતાની જરૂરિયાતોને પ્રાથમિકતા: દેશની નીતિઓના કેન્દ્રમાં આમ લોકો રહેશે અને નીતિઓ જનતાની વાસ્તવિક જરૂરિયાતોના આધારે નક્કી કરવામાં આવશે. ખેડૂતો અને નાના વેપારીઓની સમસ્યાઓનું સમાધાન તેમના પોતાના અનુભવોના આધારે તૈયાર કરાશે.
  • સમાનતા અને સીધી ભાગીદારી: કોઈપણ વિકાસ કાર્ય કે વહીવટી નિર્ણય જાતિ, ધર્મ કે ઓળખ જોઈને નહીં, પરંતુ જનતાની વાસ્તવિક જરૂરિયાત મુજબ લેવામાં આવશે. મહિલાઓની સુરક્ષા અને સ્થાનિક વિકાસ કાર્યોમાં જનતાની સીધી ભાગીદારી સુનિશ્ચિત થશે.
  • પારદર્શકતા અને જનતા દ્વારા મૂલ્યાંકન: સરકારી યોજનાઓ, બજેટ અને વિકાસ કાર્યોની દરેક માહિતી સીધી જનતાના મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જનતા શાળાઓ, હોસ્પિટલો અને રસ્તાઓની સ્થિતિને લીલા, પીળા અને લાલ રંગો દ્વારા રેટિંગ આપીને ખુદ મૂલ્યાંકન અને સુધારણાનો હિસ્સો બનશે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો