MORBI:​મોરબી પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં માનવતા મહેકી: શહીદ પરિવારને ₹1 લાખની સહાય, દીકરીના શિક્ષણ સહિતની જવાબદારી સ્વીકારી

MORBI:​મોરબી પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં માનવતા મહેકી: શહીદ પરિવારને ₹1 લાખની સહાય, દીકરીના શિક્ષણ સહિતની જવાબદારી સ્વીકારી

મોરબી:રવાપર-ઘુનડા રોડ પર ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026માં નવરાત્રિના ચોથા નોરતે દેશભક્તિ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. આયોજક અને જાણીતા સેવાભાવી અગ્રણી અજયભાઈ લોરિયાએ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતાં દેશ માટે શહીદ થયેલા જવાનની દીકરીનો આજીવન ખર્ચ ઉપાડવાની મોટી જાહેરાત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વતની અને ભારતીય સેનામાં NSG કમાન્ડો તરીકે ફરજ બજાવતા વીર જવાન વહાણભાઈ સવજીભાઈ આશરે 37 વર્ષની વયે દેશસેવા દરમિયાન શહીદ થયા હતા. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાની ડ્રોન તોડી પાડીને અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ દરમિયાન હાડ થીજવતી ઠંડીમાં તબિયત લથડતાં 23 ઓક્ટોબર, 2025ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની શહાદત બાદ ત્રણેય નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

નવરાત્રિના ચોથા નોરતે શહીદ જવાનના પરિવારને મંચ પર વિશેષ સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરિવારને આર્થિક ટેકો આપવા રૂ. 1 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ સાથે જ આયોજક અજયભાઈ લોરિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે શહીદ જવાનની દીકરી અર્પિતાના ભણતર સહિતનો તમામ ખર્ચ આજીવન ઉપાડવાની જાહેરાત કરી સંવેદનશીલતા દર્શાવી હતી.

પાટીદાર નવરાત્રિ મહોત્સવ માત્ર ગરબા કે મનોરંજન પૂરતો સીમિત ન રહેતાં સામાજિક ઉત્તરદાયિત્વ અને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક સશક્ત માધ્યમ બન્યો છે, જેને ઉપસ્થિત હજારો ખેલૈયાઓ અને નાગરિકોએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવ્યો હતો.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો