તા:૧૫/૧૦/૨૦૨૬

કાર્યક્રમ સ્થળ: રોયણીયા (રાઠ) પ્રાથમિક શાળા
તા:કડાણા
જી:મહીસાગર
ટાઈટલ: “ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૬”નુ સફળ આયોજન
એહવાલ.માધવ મકવાણા લીમખેડા
- મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું, બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય,ગણિત પ્રત્યે રસ રુચિ વધે, સાથે સાથે પર્યાવરણ અંગે સંરક્ષણની જાગૃતિ આવે તે હેતુથી આ સરસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કલસ્ટર રિસોર્સ સેન્ટર(સી.આર.સી.) મોટીરાઠના અંતર્ગત આવતી કરોડિયા ઉત્તર, સરસડી, તરકોનીનાળ, મોટીરાઠ ,નાનીરાઠ, રાઠડા, રાઠડા (બેટ) આમ ૧૪ શાળાઓના બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો, અને પોતાની વૈજ્ઞાનિક ઢબે પોતાની આગવી કલાઓ બહાર પાડી હતી,સાથે સાથે ગણિત જેવા વિષયો ઉપર રસ રુચિ દાખવીને સરસ તાર્કિક બાબતોને ઉકેલી હતી, વધુમાં વિભાગ એક(૧)માં અનુક્રમે તરકોનીનાળ,રાઠડા (બેટ), “નાનીરાઠ” શાળાના બાળકો અગ્રેસર રહ્યા હતા, વધુમાં વિભાગ બે (૨)માં અનુક્રમે મોટીરાઠ,નાનીરાઠ, તરકોનીનાળ, પ્રાથમિક શાળાના બાળકો અગ્રેસર જોવા મળ્યા હતા,વિભાગ-૩ માં અનુક્રમે સરસડી અને “રાઠડા જુની વસાહત”ના બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ, વિભાગ ચાર (૦૪) મોટીરાઠ, નાનીરારઠ અને સરસડી આગળ રહ્યા હતા, અંતિમ વિભાગ એટલે કે વિભાગ -(૫) માં રોયણીયા ( રાઠ) પ્રાથમિક શાળાના બાળકોએ આપત્તિ વ્યવસ્થાપન વિશે સરસ પ્રોજેક્ટ રજુ કર્યો હતો. સાથે સાથે બંધ તૂટતાં સાયરન વાગે” તેના ઉપર પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો,આમ દરેક વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક વિચારધારા અને સર્જનાત્મકતા બતાવી હતી, અંતે એક સાથે ભોજન કરીને આ કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યુ હતુ.










