તરકવાડા પ્રાથમિક શાળામાં બાળકોને રાઇટિંગ પેડનું વિતરણ, શિક્ષક કિરણભાઈ પટેલની સેવાભાવનાની સરાહના

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

તરકવાડા પ્રાથમિક શાળામાં બાળકોને રાઇટિંગ પેડનું વિતરણ, શિક્ષક કિરણભાઈ પટેલની સેવાભાવનાની સરાહના

તરકવાડા : શિક્ષણ સેવા એ જ સાચી સમાજસેવા છે એ સૂત્રને સાર્થક કરતું પ્રેરણાદાયી કાર્ય તરકવાડા પ્રાથમિક શાળામાં હાથ ધરવામાં આવ્યું હતું. જલારામ પેટ્રોલિયમના ફાઉન્ડર અને તરકવાડા પ્રાથમિક શાળાના શિક્ષક કિરણભાઈ પટેલ દ્વારા શાળાના તમામ બાળકોને શૈક્ષણિક હેતુસર રાઇટિંગ પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બાળકોને અભ્યાસમાં ઉપયોગી શૈક્ષણિક સાધનો મળી રહે અને તેઓ વધુ ઉત્સાહ સાથે શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી કરવામાં આવેલા આ કાર્યની શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. કિરણભાઈ પટેલની ઉદારતા, શિક્ષણ પ્રત્યેની લાગણી અને સેવાભાવનાને સૌએ બિરદાવી હતી.આવા સેવાકીય કાર્યો બાળકોના અભ્યાસમાં ઉપયોગી બનવાની સાથે તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પણ પ્રેરણારૂપ બને છે. આ પ્રસંગે તરકવાડા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા કિરણભાઈ પટેલનો હાર્દિક આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

થરા માં ભાજપાના વિજેતા ઉમેદવારોનું મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપામાં મેળવેલા પ્રચંડ વિજયને ઉત્સાહભેર વધાવવા માટે ૧૪ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીમાં વિજેતા બનેલા લોકપ્રિય થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,સામાજિક અને કાનૂની ક્ષેત્રે સક્રિય એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈ નું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા પૃથ્વીરાજસિંહજી વાઘેલાએ સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આગામી સમયમાં સમાજ માટે એક સુવિધા જનક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપતાં હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સાહબ,કારી ઐયુબસાહબ,ફકીરમહમદ સાચોરા,મોહમદ સિદીકભાઈ બચુબા,હનીફભાઈ સાચોરા, યુસુફભાઈ બાજરીવાળા, મોહમદભાઈ માસ્ટર સાહેબ, વકીલ મોહમદભાઈ મોહસીન, રફીક મેમણ,સલીમભાઈ શિહોરીવાળા,યાસીનભાઈ સાચોરા,ગફારભાઈ ચણા વાળા,નુરભાઈ કલરવાળા, રફીકભાઈ લોખંડવાળા, ફકુભાઈ મોરવાડીયા ટપાલી, સુલતાનશાહ ફકીર, રમજુભાઈ ઘોરી,ઇમ્તિયાઝ સાચોરા,રસુલભાઈ હાડવેદ, યાસીનભાઈ બાપુ, સલીમભાઈ બાપુ, ઈકબાલભાઈ શિહોરી, ઈલિયાસ બાપુ,અતિક મેમણ સહિત બંને સમાજના વડીલો, યુવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ નગર પાલિકાના માધ્યમથી શહેરના વિકાસ કાર્યો અને જનસેવાને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો