જામનગર નજીક ખીજડિયા બાયપાસ પર આખલો કાર સાથે અથડાતાં અકસ્માત

જામનગર નજીક ખીજડિયા બાયપાસ પર આખલો કાર સાથે અથડાતાં અકસ્માત

દ્વારકાધીશનાં દર્શને જતા સુરતના યાત્રિકોની કારને નુકસાન, એક વ્યક્તિને ઈજા

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર, તા. ૧૭ : દ્વારકાધીશનાં દર્શનાર્થે સુરતથી જઈ રહેલા યાત્રિકોને જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે અકસ્માત નડ્યો હતો. માર્ગ પર અચાનક આખલો આવી જતાં કાર તેની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતથી દ્વારકા તરફ જઈ રહેલા યાત્રિકોની કાર નંબર જીજે-૦૫-આરઝેડ-૩૯૭૮ ખીજડિયા બાયપાસ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક રસ્તા પર આખલો આવી જતાં કાર તેની સાથે અથડાઈ હતી. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.
અકસ્મતને પગલે કારમાં સવાર યાત્રિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
રસ્તા પર અચાનક પશુ આવી જવાને કારણે સર્જાયેલા આ અકસ્માતને પગલે થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. જાહેર માર્ગો પર રખડતાં પશુઓને કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થતું હોવાનો પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો