બાગાયત ખાતાની નવી ૩ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ૩૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે : જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને લાભ લેવા અનુરોધ

ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની નવી ત્રણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મહત્તમ લાભ ખેડૂતો સુધી પહોંચે તે હેતુથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધી આઇ-ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ આયોજન હેઠળ તમામ જાતિના ખેડૂતો માટે બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ તેમજ ફળ પાકોમાં ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ ઉપરાંત રાઇઝોમેટિક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહન આપવાનો વિશેષ કાર્યક્રમ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. પોર્ટલ પર અગાઉથી નોંધાયેલા કે નવા નોંધણી કરાવતા ખેડૂતોએ પ્રથમ આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, ત્યારબાદ જ અરજી કરી શકાશે. અરજી સાથે માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ ખેડૂતોએ સાચવી રાખવાની રહેશે. અરજી મંજૂર થયેથી નિયત દસ્તાવેજો સાથે પ્રિન્ટ નકલ જિલ્લા બાગાયત કચેરી ખાતે રજૂ કરવાની રહેશે.
આ યોજનાઓ સંદર્ભે વધુ વિગતો માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, નીલમબાગ, લઘુકૃષિ ભવન, જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરવા બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો