શ્રીજી હાઈટ સોસાયટીમાં નવરાત્રિ નિમિત્તે વેશભૂષા કાર્યક્રમ યોજાયો બાળકો અને રહીશોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ઉત્સાહભેર ભાગ લીધો

વિજાપુર ની શ્રીજી હાઈટ સોસાયટીમાં નવરાત્રિ નિમિત્તે વેશભૂષા કાર્યક્રમ યોજાયો બાળકો અને રહીશોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ઉત્સાહભેર ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુરની શ્રીજી હાઈટ સોસાયટીમાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વેશભૂષા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોમાં ઉત્સવનો ઉત્સાહ વધારવા અને બાળકોમાં રહેલી સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગિતા જોવા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકોએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરી પોતાની પ્રતિભા રજૂ કરી હતી. નવરાત્રિના ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમથી સોસાયટીમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. રહીશોએ પણ કાર્યક્રમમાં સહભાગી બની બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
શ્રીજી હાઈટ સોસાયટીના પ્રમુખ પી.પી. રાવ અને મંત્રી સંદીપભાઈના માર્ગદર્શન હેઠળ આયોજકો સિદ્ધાર્થભાઈ તથા રસિકભાઈ પટેલે કાર્યક્રમના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવા કાર્યક્રમો દ્વારા સોસાયટીના રહીશો વચ્ચે સામાજિક એકતા, ભાઈચારો અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રોત્સાહન મળે છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો