કાલોલ ની ભાગ્યોદય-ચામુંડા સોસાયટીમાં ગરબા મહોત્સવ,માતાના આંગણે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભક્તિનો માહોલ.

તારીખ ૧૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરની ભાગ્યોદય અને ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા સતત ૩૦મા નવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સોસાયટીની બાળકીઓ સાથે માતાજીની આરતી ઉતારી હતી. દરવર્ષે મહોત્સવની થીમ “આપણી દીકરી, આપણા આંગણે” રાખવામાં આવી છે, જે અંતર્ગત દીકરીઓના સન્માન અને સશક્તિકરણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાગ્યોદય-ચામુંડા સોસાયટીના આંગણામાં ખોડિયાર મા – ચામુંડા માનું મંદિર આવેલું છે. છેલ્લા ૨૯ વર્ષથી સતત અહીંના રહેવાસીઓ એકતા અને ભાઈચારા સાથે મળીને માતાજીની આરાધના કરી નવરાત્રીની ઉજવણી કરે છે. સ્થાનિકો માટે આ ગરબા માત્ર ઉત્સવ નહીં, પરંતુ પરંપરા અને એકતાનું પ્રતિક બની ગયું છે. ત્યારે આ વખતે ૩૦મા વર્ષની ઉજવણી હોવાથી સોસાયટીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવ દિવસ સુધી અહીં ભક્તિભાવ સાથે ગરબા, આરતી અને માતાજીની આરાધનાનો કાર્યક્રમ ચાલશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. જ્યાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સાથે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા, નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તુષારભાઇ શાહ સહિત વોર્ડ નં ચારનાં કાઉન્સિલર અબ્દુલસલામ કાનોડીયા અને હર્ષદપુરી ગોસાઈ એ ૩૦ વર્ષથી સતત પરંપરા જાળવી રાખવા બદલ બંને સોસાયટીના રહીશોને અભિનંદન પાઠવ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો