સમડીયાની મુવાડી પ્રા.શાળાના શિક્ષિકા ઉષાબેન પારેખ નિવૃત્ત થતાં દીર્ઘકાલીન સેવાને બિરદાવી ભાવસભર સન્માન કરાયું.

તારીખ ૧૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સમડીયાની મુવાડી ગામની પ્રાથમિક શાળામાં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર શિક્ષિકા પારેખ ઉષાબેન સોમાભાઈ નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન સમારોહ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો.શાળા પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના આગેવાનોએ ઉષાબેનની દીર્ઘકાલીન શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી. જ્યાં ઉપસ્થિત મુખ્ય વક્તા બાકરોલ સીઆરસી કો-ઓર્ડિનેટર નયનાબેન પટેલ સાથે બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, ઉષાબેને પોતાના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું છે અને શાળાની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની વહીવટી કુશળતા અને વિદ્યાર્થીઓ પ્રત્યેના પ્રેમની સૌએ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉષાબેનનું ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમાં સમડીયાની મુવાડી પ્રાથમિક શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શિક્ષણ જગતના અગ્રણીઓ અને ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો