કૉલેજના આચાર્ય અને સ્ટાફ પરિવારે સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શ્રી એમ. એમ. ઘોડાસરા મહિલા કૉલેજ ખાતે યોજાયેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આંતર-કૉલેજ યોગાસન સ્પર્ધામાં બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થી હર્ષ રાઠોડે રિધમિક યોગા (Rhythmic Yoga) ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
હર્ષ રાઠોડે નિયમિત યોગસાધના, શિસ્ત અને સખત પરિશ્રમના બળે આંતર-કૉલેજ સ્તરે પ્રથમ ક્રમ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ સિદ્ધિના આધારે આગામી દિવસોમાં ગુજરાતના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાનારી ‘ઓલ ઇન્ડિયા આંતર-યુનિવર્સિટી યોગાસન સ્પર્ધા’માં તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.
આ સિદ્ધિ બદલ બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝા તેમજ સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે હર્ષને અભિનંદન પાઠવ્યા હતા અને રાષ્ટ્રીય સ્તરે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.









