ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક : લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી અને આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા આદેશ

ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક : લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી અને આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા આદેશ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર લીલી પરિક્રમાના આગોતરા આયોજનના ભાગરૂપે જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત અને દેશભરમાંથી દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને તમામ જરૂરી સગવડતાઓ સુલભ રીતે મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પરામર્શ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં કલેક્ટર યોગેશ ચૌધરીએ પરિક્રમાર્થીઓ માટે વીજળી, પીવાનું શુદ્ધ પાણી અને આરોગ્ય સહિતની પાયાની સુવિધાઓ યોગ્ય રીતે સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપ્યા હતા. પરિક્રમા દરમિયાન તૈનાત રહેનારા અધિકારીઓને રૂટ પર રૂબરૂ મુલાકાત લઈને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ટ્રાફિક જામ ન થાય તે માટે વાહન વ્યવહાર નિયમન, પરિવહન સુવિધા અને પાર્કિંગ વ્યવસ્થા માટે જરૂરી નિર્દેશો અપાયા હતા. પરિક્રમા માર્ગ તેમજ જંગલ વિસ્તારના કાચા-પાકા રસ્તાઓનું સમયસર સમારકામ પૂર્ણ કરી લેવા માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગને તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર આઈ.આર.વાળા, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.બારડ, પ્રાંત અધિકારીઓ ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, પીજીવીસીએલ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો