કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક : ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પ્રજાકીય પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે નિર્દેશ

જનપ્રતિનિધિઓની રજૂઆતોનું સમયબદ્ધ નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં વિવિધ લોકપ્રશ્નોના હકારાત્મક નિવારણ અર્થે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોને લગતા પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કામો અંગે સંબંધિત વિભાગો સાથે સમીક્ષા હાથ ધરાઈ હતી. કલેક્ટર યોગેશ ચૌધરીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને આદેશ આપ્યા હતા.
આ બેઠકમાં ખાસ કરીને જમીન માપણી, હદ નિર્ધારણ, પ્રોપર્ટી કાર્ડ, વીજ પુરવઠો, માર્ગ-મકાનના કામો, જાહેર રસ્તા પરથી દબાણ દૂર કરવા, પીવાનું શુદ્ધ પાણી તેમજ પ્રવાસન વિકાસ સહિતના મુદ્દાઓ પર રજૂઆતો થઈ હતી. સંબંધિત ખાતાના અધિકારીઓએ આ રજૂઆતો સંદર્ભે પ્રત્યુત્તર આપી પ્રશ્નોના નિકાલની ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. બારડ, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના સભ્યો અને અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો