માંગરોળ મરીન ખાતે ‘પુંજ ઉત્સવ’ને પગલે ૧૯ અને ૨૦ ઓક્ટોબરે ટ્રાફિક ડાયવર્ઝન : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રૂટ જાહેર, ભંગ કરનાર સામે કાયદેસર પગલાં ભરાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
માંગરોળ : મરીન ખાતે યોજાનારા ‘પુંજ ઉત્સવ’ દરમિયાન કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ધાર્મિક ઉત્સવમાં સૌરાષ્ટ્ર, હાલર અને બરડા પંથકમાંથી રબારી સમાજના અંદાજે એક લાખ જેટલા લોકો એકત્રિત થવાના હોવાથી માર્ગ પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.
જાહેરનામા અનુસાર, તા. ૧૯/૧૦/૨૦૨૬ ના સવારના ૧૦:૦૦ વાગ્યાથી તા. ૨૦/૧૦/૨૦૨૬ ના બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી નીચે મુજબના રૂટ અને વૈકલ્પિક માર્ગો અમલમાં રહેશે:
૧. સોમનાથથી પોરબંદર તરફ જતા વાહનો માટે:
વેરાવળ, ગડુ, ચોરવાડ, માંગરોળ થઈ માધવપુર-પોરબંદર રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ વાહનો વૈકલ્પિક માર્ગ તરીકે સોમનાથથી ગડુ, ચોરવાડ, માંગરોળ થઈ માનખેત્રા, સુલતાનપુર, ભાટ સીમરોલી, બાલાગામના પાટિયા થઈ ચર ગામ, દિવરાણા ધાર, દિવરાણા ગામ, ખરેડા ફાટક, કંટાળી ફાટક, મેખડી ફાટક, આજક થઈ આંત્રોલી ચેકપોસ્ટ, માધવપુર થઈ પોરબંદર તરફ જઈ શકશે.
૨. પોરબંદરથી સોમનાથ તરફ જતા વાહનો માટે:
માધવપુર, માંગરોળ, ચોરવાડ, ગડુ, વેરાવળ થઈ સોમનાથ રોડ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ વાહનો વૈકલ્પિક માર્ગ તરીકે માધવપુર, આંત્રોલી ચેકપોસ્ટ થઈ આજક, મેખડી ફાટક, કંટાળી ફાટક, ખરેડા ફાટક, દિવરાણા, દિવરાણા ધાર, ચર ગામ, બાલાગામ પાટિયા થઈ ભાટ સીમરોલી, સુલતાનપુર, માંગરોળ, ચોરવાડ, ગડુ, વેરાવળ થઈ સોમનાથ રોડ પરથી પસાર થઈ શકશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો