વંથલી કોર્ટના વોરંટ કેસમાં ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને ગારીયાધારથી દબોચતી પોલીસ : જેલ હવાલે કરાયો

સજા અને પકડ વોરંટના આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હેઠળ સફળતા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
વંથલી : એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ફોજદારી કેસ નંબર ૯૭/૨૦૧૨ ના વોરંટના કામે છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને વંથલી પોલીસ ટીમે ગારીયાધાર ખાતેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
જુનાગઢ રેન્જ અને જિલ્લા પોલીસ વડા દ્વારા નાસતા ફરતા, સજા વોરંટ, પકડ વોરંટ તેમજ પેરોલ જમ્પ થયેલા આરોપીઓને પકડી પાડવા અપાયેલી કડક સૂચના અન્વયે વંથલી પોલીસ મથકના સ્ટાફ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવિયા તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. બકોત્રાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે વંથલી કોર્ટના વોરંટમાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપી ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે છુપાયેલો છે.
બાતમીના આધારે વંથલી પોલીસે ગારીયાધાર સ્થાનિક પોલીસની મદદ મેળવી વોચ ગોઠવી આરોપી આસિફસા ઇકબાલસા ભટ્ટી (રહે. સંધી સોસાયટી, હુસેન ચોક પાસે, જિલ્લો અમરેલી) ને ઝડપી લીધો હતો. આરોપીને વંથલી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં વંથલી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવિયા, એ.એસ.આઈ. જે.ડી. બકોત્રા, હેડ કોન્સ્ટેબલ એસ.પી. દાફડા તથા કોન્સ્ટેબલ દિલીપભાઈ ડાંગર, સંજયભાઈ સિસોદિયા, નિપુણભાઈ સોનારા અને રવિકુમાર ધુળા જોડાયા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો