*યોગેશ કાનાબાર રાજુલા

આર.કે. સાયન્સ સ્કૂલ રાજુલા ખાતે સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ*

રાજુલા ખાતે આર.કે. સાયન્સ સ્કૂલ માં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં *મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય એ. ખરાત * તથા *ડીવાયએસપી નયના ગોરડીયા તેમજ પી. આઈ કોલાદરા સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂરો પોલીસ સ્ટાફ તથા વેપારી શહેર ના આગેવાનો વિવિધ સંસ્થા ના કાર્યકર્તા તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
*એસપી શ્રી સંજય એ. ખરાત એ* વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે કહ્યું હતું કે આજના મોબાઈલ અને ઇન્ટરનેટ ના જમાનામાં ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક, ફેક કોલ, OTP શેર ન કરવો, અજાણ્યા નંબર થી સાવધાન રહેવું, સોશિયલ મીડિયા નો સાચો ઉપયોગ કરવો તે ખૂબ જરૂરી છે.
વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહ સાથે પ્રશ્નો પૂછીને જાણકારી મેળવી હતી.
કાર્યક્રમ ના અંતે શાળા પરિવાર વતી મહેમાનો નું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.








