સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હેરીટેજ લુક સાથે પ્રવેશ દ્વાર તૈયાર કરાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર અંદાજે રૂ. ૩૩.૦૭ લાખના ખર્ચે નવનિર્મિત ભવ્ય હેરીટેજ ‘ઇન્દ્રેશ્વર પ્રવેશદ્વાર’નું આજે તા. ૨૦ ઓક્ટોબરના રોજ સવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ નવનિર્મિત પ્રવેશદ્વાર જૂનાગઢ આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે શહેરના ઐતિહાસિક વારસા અને સુંદરતામાં વધારો કરશે. આ પ્રવેશદ્વારના નિર્માણથી સ્થાનિક વિસ્તારના વિકાસને વેગ મળશે તેમજ આવતા-જતા રાહદારીઓ અને દર્શનાર્થીઓને સરળતા રહેશે.
આ લોકાર્પણ પ્રસંગે મેયર ધર્મેશ પોંશીયા, ધારાસભ્ય સંજય કોરડીયા, ચેરપર્સન પલ્લવીબેન એસ. ઠાકર, ઇન્દ્રેશ્વર મંદિરના મહંત રામાનંદજી, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખશીયા, પ્રવિણભાઈ વાઘેલા, ભાવનાબેન વ્યાસ, વંદનાબેન દોશી, પૂર્વ દંડક નટુભાઈ પટોળિયા, પૂર્વ કોર્પોરેટર જયેશભાઈ ધોરાજીયા તેમજ અગ્રણી આરતીબેન જોશી સહિત મહાનગરપાલિકાના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.












