પાટણ જિલ્લાના ૧૦૦ ખેડૂતોને વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની એક દિવસીય તાલીમ અપાઈ

પાટણ જિલ્લાના ૧૦૦ ખેડૂતોને વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની એક દિવસીય તાલીમ અપાઈ

મધમાખી પાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવી ખેડૂતો આવકમાં વધારો કરી શકે છે

માહિતી બ્યુરો, પાટણ

તા. ૨૨/૧૦/૨૦૨૬

સમાચાર સંખ્યા: ૬૯૯/૫૫

પાટણ જિલ્લાના ખેડૂતોને મધમાખી ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓથી માહિતગાર કરવા અને મધમાખી પાલનને આવકવર્ધક પૂરક વ્યવસાય તરીકે પ્રોત્સાહન આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પાટણ દ્વારા તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમનું આયોજન સેન્ટર ઓફ એક્સલન્સ ફોર પ્રોટેક્ટેડ કલ્ટીવેશન એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ ઓન વેજીટેબલ્સ, વદરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પાટણ જિલ્લાના ૧૦૦ ખેડૂત તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન ખેડૂતોને મધમાખી ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, મધ ઉત્પાદન, મધમાખીની વસાહતોનું વ્યવસ્થાપન, મધના મૂલ્યવર્ધન તેમજ મધ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ સાધનો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કૃષિ અને બાગાયતી પાકોમાં પરાગનયન માટે મધમાખીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે સમજ આપવામાં આવી હતી. મધમાખી પાલનને ખેતી સાથે સંલગ્ન પૂરક વ્યવસાય તરીકે અપનાવી ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મધમાખી ઉછેરના ઘટકોમાં ઉપલબ્ધ સહાય, મધ આધારિત વ્યવસાયની વિવિધ તકો અને આ ક્ષેત્રમાં સ્વરોજગારની સંભાવનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. મધનું યોગ્ય પ્રોસેસિંગ, ગુણવત્તાયુક્ત પેકેજિંગ અને બજારલક્ષી અભિગમ અપનાવી મધમાખી પાલનને વધુ લાભદાયી વ્યવસાય બનાવી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તાલીમમાં ડો. જે.આર. પટેલ, સંશોધન વૈજ્ઞાનિક (કીટકશાસ્ત્ર), ઘઉં સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, વિજાપુર; શ્રી ભાવિનભાઈ પટેલ, મદદનીશ બાગાયત નિયામક, સેન્ટર ઓફ એક્સલન્સ, વદરાડ; શ્રી બિપિનસિંહ પઢિયાર, બાગાયત અધિકારી, સી.ઓ.ઈ., વદરાડ; શ્રી યુ.ટી. દેસાઈ, બાગાયત અધિકારી, સિદ્ધપુર તથા શ્રી યતિન પટેલ, મધમાખી સહાયક, પાટણ દ્વારા તાલીમાર્થી ખેડૂતોને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મધમાખી પાલન અંગે જાગૃતિ વધારવા, ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી માહિતગાર કરવા અને મધમાખી ઉછેરને આવકવર્ધક વ્યવસાય તરીકે વિકસાવવા માટે આ તાલીમ ઉપયોગી બની હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો