MORBI:દેશ અને દુનિયામાં અજંતા ઓરેવા ગ્રુપના માધ્યમથી મોરબીનું નામ રોશન કરનાર ઉદ્યોગપતિ પ્રવિણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયાની સ્મૃતિમાં પ્રાર્થનાસભા યોજાઈ

મોરબીના સ્ત્રી સશક્તિકરણના પ્રણેતા ઉદ્યોગપતિ પ્રવિણભાઇ ભાલોડિયાને અશ્રુભીની આંખે પ્રાર્થના સભા યોજાઈ

મોરબી, અત્રેના ઉમા સંસ્કાર ધામ ખાતે દેશ અને દુનિયામાં અજંતા ઓરેવા ગ્રુપના માધ્યમથી મોરબીનું નામ રોશન કરનાર ઉદ્યોગપતિ પ્રવિણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયાની સ્મૃતિમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થનાસભા રાજકીય સામાજીક અગ્રણીઓ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા મોહનભાઈ કુંડરિયા, જયંતિભાઈ કવાડિયા, લલિતભાઈ કગથરા તેમજ ઉદ્યોગજગતના અગ્રણીઓ, મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સાધુસંતોએ તેમજ ઉમિયાધામ સીદસરથી મૌલેશભાઈ ઉકાણી, કૌશિકભાઈ રાબડીયા વગેરે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી સૌના હ્ર્દયસ્થ પ્રવિણભાઈ ભાલોડિયાને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે એક વિઝનરી વ્યક્તિ જેમને સમાજશ્રેષ્ઠી એવા પોતાના પિતા ઓ.આર. પટેલના પગલે ચાલી વિદ્યુત સ્મશાન,સદભાવના હોસ્પિટલ,ઉમા સંસ્કાર ધામ,કન્યા છાત્રાલય, કન્યા કેળવણી મંડળ વિદ્યાર્થી ભુવન,વગેરે સંસ્થાઓમાં આર્થિક યોગદાન અર્પણ કરેલ છે. તેમજ ઈ.સ.1980 માં જ્યારે દિકરીઓને કોઈ પરિવાર ધંધા રોજગાર માટે કારખાનામાં મોકલતા ન્હોતા એ વખતે પ્રવિણભાઇએ વિચાર્યું કે “જે હાથ વડે રોટલા થાય છે એ હાથ વડે અજંતા ઘડિયાળ અને હોમ એપ્લાયન્સના સાધનો કેમ ન થાય? “એવા શુભાષયથી દિકરીઓને પ્રેરણા મળે એ માટે પોતાના સહ ધર્મચારિણી વનિતાબેનને પ્રથમ મહિલા કર્મચારી તરીકે અજંતામાં કર્મચારી તરીકે નિમણુંક આપી અને અઢી વર્ષ સુધી એમને ફેકટરીમાં કર્મચારી તરીકે કામ કર્યું જેના પરિણામે આજે અજંતા ઓરેવામાં 6500 છ હજાર પાંચસો જેટલી દિકરીઓ બેંકથી માંડી બસ દ્રાઈવર અને ફેકટરીની કર્મચારી તરીકે કામગીરી કરે છે,વુમન એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિ કરણ પ્રણેતા તેમજ એક સમયે મોરબીમાં ઘર વપરાશ અને પીવાના પાણીની તંગી હતી એ સમયે ચેકડેમ બાંધી પાણી સંગ્રહ માટેનું ઉત્તમ કામ કરેલ જેનો સર્વોત્તમ નમુનો ચાંચપર ગામ પાસે આવેલ “પ્રવિણસાગર” ચેકડેમ છે, પાણી સંગ્રહની આ સુંદર પ્રવૃત્તિ બદલ સ્વામી સચિદાનંદના વરદ હસ્તે ‘ક્રાંતિચક્ર” અર્પણ કરવામાં આવ્યું હતું.આવા સેવાભાવી ઉદ્યોગપતિ પ્રવિણભાઈ ભાલોડીયાની સ્મૃતિમાં યોજાયેલ પ્રાર્થના સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.














