MORBI:મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની સેવાકીય પહેલ: નવરાત્રિમાં 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ

મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવામાં યોગદાન આપતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દર વર્ષે નવરાત્રિ પર્વ દરમિયાન દીકરીઓને લ્હાણીનું વિતરણ કરે છે. આ પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે પણ ગ્રુપ દ્વારા મોરબીની વિવિધ ગરબીઓમાં 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવરાત્રિ પર્વ દરમિયાન દીકરીઓ સાથે ખુશીઓ વહેંચવા અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપની બહેનોએ મોરબીના વિવિધ વિસ્તારોમાં આવેલી 9 ગરબીઓમાં જઈને દીકરીઓને કપ-મગની લ્હાણી આપી હતી.

આ લ્હાણી વિતરણમાં રાધા પાર્ક ગરબી મંડળ, સુમતીનાથ સોસાયટી, નીલકંઠ ગરબી મંડળ વિષ્ણુનગર, ભક્તિનગર-1, નીલકંઠ મહાદેવ મંદિર, કુબેરનગર નજીકની ગરબી, ઉમિયા ગરબી મંડળ, સરસ્વતી સોસાયટી સામાકાંઠે, શક્તિ ચોક ગરબી મંડળ, ગાયત્રી ગરબી મંડળ વાઘપરા તેમજ જય માતાજી ગરબી મંડળ લીલાપર રોડ સહિતના વિવિધ સ્થળોએ 550થી વધુ દીકરીઓને કપ-મગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપનાં પ્રમુખ હેતલબેન પટેલ સહિત જીજ્ઞાશાબેન ગોસ્વામી, ચેતનાબેન પટેલ, રેખાબેન કૈલા, આરતીબેન ચાવડા, જાગૃતિબેન પરમાર, દર્શનાબેન જોષી, નીલાબેન ચૌહાણ, નિર્મલાબેન હડિયલ, નૈમિષાબેન જોષી, રીનાબેન ધામેચા અને ધર્મિષ્ઠાબેન વ્યાસ સહિતની બહેનોએ જોડાઈને સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવી હતી. નવરાત્રિ જેવા પવિત્ર પર્વમાં દીકરીઓને લ્હાણી આપીને તેમના ચહેરા પર ખુશી લાવવાનો આ પ્રયાસ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની સેવાભાવના અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.













