સુરેન્દ્રનગરમા તહેવાર ટાણે મહાનગરપાલિકાની અનોખી પહેલ: રાત્રિ સફાઈ બાદ હવે વોશિંગ મશીનરીથી રોડ, ડિવાઈડર અને પ્રતિમાઓ પાણીથી ધોવાની ઝુંબેશ શરૂ

તા.24/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

ટ્રાફિક મુક્ત રાત્રિના સમયે ચોક-પ્રતિમાઓ અને સરકારી મિલકતો ચકાચક કરાશે, સુરેન્દ્રનગર: આગામી રોશનીના પર્વ દિવાળી અને તહેવારોની ઉજવણીને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને શોભાયુક્ત બનાવવા માટે એક અનોખી અને આવકારદાયક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ખાસ રાત્રિ સફાઈ કામગીરી અંતર્ગત હવે શહેરના મુખ્ય રોડ-રસ્તા, રોડ ડિવાઈડરો, જાહેર ચોકમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓ તેમજ મિલકતોને પાણીથી વોશ કરી સાફ-સફાઈ કરવાની ખાસ તજવીજ શરૂ કરવામાં આવી છે. તહેવારોના દિવસોમાં શહેરીજનો અને બહારથી આવતા પ્રવાસીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે હેતુથી મહાનગર પાલિકા દ્વારા પાણીથી વોશિંગ કરવા માટે ખાસ અદ્યતન મશીનરી પણ ડેવલપ કરવામાં આવી છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ ખાસ અભિયાનના પ્રથમ તબક્કાનો પ્રારંભ રતનપર અને જોરાવરનગર વિસ્તારથી કરવામાં આવ્યો છે. જોરાવરનગર તથા રતનપર મુખ્ય માર્ગો પર આવેલા રોડ ડિવાઈડરો, સરકારી ઇમારતો તથા મહાનગરપાલિકા હસ્તકની જાહેર મિલકતોને સ્પેશિયલ મશીનરી દ્વારા પાણીનો છંટકાવ કરીને સાફ કરવામાં આવી રહી છે. દિવસે ધમધમતા રસ્તાઓ પર સાફ-સફાઈ કે વોશિંગની કામગીરી કરવાથી વાહનચાલકોને અગવડતા પડે છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. મહાનગર પાલિકાના આયોજન મુજબ રાત્રિ દરમિયાન રસ્તાઓ પર ટ્રાફિક નહિવત હોવાથી કામગીરી ઝડપથી અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય છે. રાત્રિના સમયે ટેન્કરો મારફતે વોશિંગ માટે જરૂરી પાણીની વ્યવસ્થા સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે છે. શહેરના મુખ્ય ચોકો અને સર્કલો પર સ્થાપિત કરાયેલી મહાનુભાવોની પ્રતિમાઓની આસપાસ જમા થતી ધૂળ અને કચરાને દૂર કરવા માટે પ્રતિમાઓને પણ પાણીથી વોશ કરી સાફ કરવામાં આવી રહી છે. પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, આ સફાઈ ઝુંબેશ તહેવારના અંત સુધી એટલે કે દિવાળી સુધી સતત નિયમિત ધોરણે ચાલુ રાખવામાં આવશે, જેથી આખો તહેવારી માહોલ સ્વચ્છતા અને રોશનીથી ઝળહળી ઉઠે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો