અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : રેલ્લાવાડા PSC આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની હાજરી સામે સવાલો – મેડિકલ ઓફિસરની ચેમ્બર ખાલીખમ..?
સમય પહેલાં જ આરોગ્ય કેન્દ્ર ખાલી હોવાનો આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

મેઘરજ, અરવલ્લી : મેઘરજ તાલુકાના રેલ્લાવાડા PSC આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની સમયસર હાજરીને લઈને સવાલો ઊભા થયા છે. જાગૃત નાગરિક દ્વારા લોકેશન અને સમય સાથે બનાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે ચર્ચા શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ, આરોગ્ય કેન્દ્રનો દર્શાવાતો સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4થી 6 વાગ્યા સુધીનો છે.જોકે, વાયરલ વીડિયોમાં નિર્ધારિત સમય પહેલાં જ મેડિકલ ઓફિસરની ચેમ્બર ખાલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ હાજર ન હોવાના આક્ષેપોને પગલે દર્દીઓને આરોગ્ય સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.રેલ્લાવાડા PSC આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ સમયસર હાજર રહે છે કે નહીં અને વાયરલ વીડિયોમાં કરાયેલા દાવા કેટલા સાચા છે, તે તપાસનો વિષય છે. જો કર્મચારીઓ ફરજના સમય દરમિયાન ગેરહાજર રહેતા હોવાનું સાબિત થાય, તો જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઊઠી રહી છે.હવે સવાલ એ છે કે આરોગ્ય વિભાગ આ મામલે તપાસ કરીને યોગ્ય પગલાં લેશે કે કેમ.
બીજી તરફ મેડિકલ ઓફિસર સહિત કેટલામાં કર્મચારીઓ સાંજના સમયે 4 – 30 કલાક પછી ગુલ્લી મારતા હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતુ
અમીજોકે રેલ્લાવાડા PSC કેન્દ્રપર આ પહેલા પણ કર્મચારીઓ ગુલ્લી મારતા હોવાની ફરિયાદો અને અહેવાલો પ્રસિદ્ધ થયા છે પરંતુ આરોગ્ય વિભાગ ધ્વારા તટસ્થ છે કાર્યવાહી ન થતા ફરીથી કર્મચારીઓ ગુલ્લી ઓ મારતા થયા છે હવે આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ સવાઈ રહી છે. જોકે વાયરલ વિડિયોની પુષ્ટિ અમે કરતા નથી









