MORBI:મોરબીના વીસીપરામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

MORBI:મોરબીના વીસીપરામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વીસીપરા મેઈન રોડ પર આવેલા પ્રજાપત કારખાના પાસે એક ઈસમ જાહેરમાં વરલી મટકાના આંકડા લખી લોકો પાસેથી પૈસા ઉઘરાવી હારજીતનો જુગાર રમાડી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી સાજીદ ઉર્ફે બગી અબ્દુલભાઈ સુમરા (રહે. મદીના સોસાયટી, જમાતખાના સામે, વીસીપરા, મોરબી) ને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપીની અંગઝડતી લેતાં તેની પાસેથી રોકડા રૂપિયા ૭૪૦, આંકડા લખેલી ચિઠ્ઠીઓ તેમજ એક બોલપેન મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો