બોડેલી અલીપુરા ચોકડીથી ડભોઈ રોડ પર તૂટેલા ડિવાઇડરથી અકસ્માતનો ભય, સમારકામ કરવાની સ્થાનિકોની માંગ

બોડેલી શહેરની અલીપુરા ચોકડીથી ડભોઈ રોડ તરફ જતા માર્ગ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે ડિવાઇડર તોડીને પાણી જવાનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ સંબંધિત તંત્ર દ્વારા આ તૂટેલા ડિવાઇડરનું સમારકામ કરવામાં આવ્યું નથી અને ન તો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે કેટલાક વાહનચાલકો ઉતાવળમાં આ ખુલ્લા રસ્તાનો ઉપયોગ કરીને અચાનક ફોરવ્હીલર કે બાઇકને બીજી તરફ વાળી દેતા જોવા મળે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રીતે અચાનક વાહનો વાળવામાં આવતા સામેથી આવતા વાહનો સાથે અકસ્માત થવાની સંભાવના રહે છે અને અગાઉ પણ નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાનું જણાવવામાં આવે છે. આ માર્ગ પરથી દરરોજ પસાર થતા વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ સંબંધિત તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે કે તૂટેલા ડિવાઇડરનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને ખુલ્લા રસ્તાને યોગ્ય રીતે બંધ કરવામાં આવે, જેથી વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર થાય અને સંભવિત અકસ્માતોને અટકાવી શકાય. હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ક્યારે કામગીરી હાથ ધરવામાં આવે છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો