HALVAD:હળવદના વેગડવાવ ગામે પરપ્રાંતીય શ્રમિક યુવતીનું ઝેરી દવા પી લેતા મો*ત

HALVAD:હળવદના વેગડવાવ ગામે પરપ્રાંતીય શ્રમિક યુવતીનું ઝેરી દવા પી લેતા મો*ત

હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં ખેતમજૂરી કરતી ૧૯ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી વિગતો અનુસાર, વેગડવાવ ગામની સીમમાં આવેલી મહાવીરસિંહ જરાવંતસિંહની વાડીમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામનો શ્રમિક પરિવાર રહીને ખેતમજૂરી કરે છે. આ પરિવારની ૧૯ વર્ષીય દીકરી અનીતાબેન તુલશીભાઈ ડુભીલે ગત તા. ૨૩ના રોજ સાંજના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી.

ઝેરી અસર થતાં યુવતીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આપઘાત પાછળનું સાચું કારણ જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો