ધનસુરામાં બે ફટાકડાની દુકાનોમાં ગેરકાયદેસર જથ્થો ઝડપાયો, રૂ. 2.68 લાખનો મુદ્દામાલ જપ્ત – SOG પોલીસની કાર્યવાહી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ધનસુરામાં બે ફટાકડાની દુકાનોમાં ગેરકાયદેસર જથ્થો ઝડપાયો, રૂ. 2.68 લાખનો મુદ્દામાલ જપ્ત – SOG પોલીસની કાર્યવાહી

અરવલ્લી : ધનસુરા ખાતે ફટાકડાની દુકાનોમાં જિલ્લા SOG પોલીસ ની તપાસ દરમિયાન લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો રાખ્યો હોવાનું સામે આવતાં SOG પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાંઈ બાબા સીઝનલ ફટાકડા અને મહાદેવ ટ્રેડર્સ નામની બે દુકાનોમાંથી કુલ રૂ. 2,68,238ની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કરી બંને દુકાનો સીલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સાંઈ બાબા સીઝનલ ફટાકડાની દુકાનમાંથી અલગ-અલગ પ્રકારના કુલ 1,338 બોક્સ ફટાકડા, જેની કિંમત રૂ. 1,70,162 થાય છે, જ્યારે મહાદેવ ટ્રેડર્સમાંથી કુલ 1,116 બોક્સ ફટાકડા, જેની કિંમત રૂ. 98,076 થાય છે, મળી આવ્યા હતા. બંને દુકાનોમાંથી કુલ 2,454 બોક્સ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન બંને દુકાનોમાં ઇલેક્ટ્રિક વાયરોનું વાયરિંગ દીવાલની અંદર રાખવાને બદલે બહાર પ્લાસ્ટિકની પાઇપોમાં કરવામાં આવ્યું હોવાનું પણ નોંધાયું હતું. આ પ્રકારના વાયરિંગથી શોર્ટ સર્કિટ થવાની અને આગ લાગવાની સંભાવના હોવા છતાં આગથી બચાવ માટે પૂરતી વ્યવસ્થા ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે વિનોદભાઈ અશોકભાઈ ખત્રી અને સંજયભાઈ ચંદુભાઈ ઠક્કર સામે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને દુકાનોમાંથી કુલ રૂ. 2,68,238નો મુદ્દામાલ જપ્ત કરી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહીથી ફટાકડાના વેપારમાં જરૂરી લાયસન્સ અને આગ સામેની સુરક્ષા વ્યવસ્થાના પાલનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો