અરવલ્લી : મોડાસા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા નીકળેલા વૃદ્ધનું હિટ એન્ડ રનમાં મોત, કાર ચાલક ફરાર 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા નીકળેલા વૃદ્ધનું હિટ એન્ડ રનમાં મોત, કાર ચાલક ફરાર

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર અને બાયપાસ રોડ પર વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી ગફલતભરી રીતે વાહન હંકારી નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યા હોવાની ઘટનાઓ સતત વધી રહી છે મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં રહેતા વૃદ્ધનું સ્વામીનારાયણ મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મોત થતા ભારે ચકચાર મચી હતી કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો મોડાસા ટાઉન પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં રહેતા ધુળાભાઈ મગનભાઈ વાઘેલા નામના વૃદ્ધ શનિવારે સાંજના સુમારે બાયપાસ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા નીકળ્યા હતા ચામુંડા માતાના મંદિર આગળ રોડ પરથી પસાર થતા અજાણ્યા કાર ચાલકે ગફલતભરી રીતે હંકારી વૃદ્ધને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વૃદ્ધ બેભાન હાલતમાં ઢળી પડતા અકસ્માતના પગલે દોડી આવેલા પરિવારજનોએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડતા વૃદ્ધ ની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે હિંમતનગર સીવલી હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન વૃધ્ધે દમ તોડી દેતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો મોડાસા ટાઉન પોલીસે મૃતક વૃદ્ધના પુત્ર શૈલેષભાઈ ધુળાભાઈ વાઘેલાની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો