MORBI:મોરબીનું ગૌરવ:અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત ટીમના મહામંત્રી તરીકે હિતેશ ગોપાણીની વરણી,


મોરબી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે “રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ” ના ધ્યેય સૂત્ર સાથે શિક્ષકોના પ્રશ્નો માટે સતત,અવિરત કાર્ય કરતું સંગઠન,આ સંગઠન માટે સમર્પિત કાર્યકર્તાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે એ અન્વયે મોરબી જિલ્લાના એક વખતના જિલ્લા અધ્યક્ષ અને સંગઠન મંત્રી અને વર્તમાન ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તા હિતેશભાઈ ગોપાણીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના મહામંત્રી તરીકે નિમણુંક થયેલ હોય મોરબીનું ગૌરવ વધારતા શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓ અને શિક્ષકોએ એમને અભિનંદન પાઠવેલ છે..













