MORBI:મોરબીમાં ₹3.49 કરોડનું સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપાયું: માત્ર ₹5 હજારના કમિશન માટે બેંક ખાતું ભાડે આપનાર સહિત 3 સામે ગુનો દાખલ

MORBI:મોરબીમાં ₹3.49 કરોડનું સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપાયું: માત્ર ₹5 હજારના કમિશન માટે બેંક ખાતું ભાડે આપનાર સહિત 3 સામે ગુનો દાખલ

મોરબીમાં સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. દેશભરમાં છેતરપિંડી આચરીને પડાવેલા નાણાંની હેરફેર (મની લોન્ડરિંગ) કરવા માટે મોરબીના એક શખ્સનું બેંક ખાતું ભાડે લેવાયું હોવાની વિગતો સામે આવતાં સાયબર ક્રાઇમ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

માત્ર 5 હજારના કમિશનની લાલચ પડી ભારે

ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોરબીના સનાળા રોડ પર આવેલી ડીસીબી (DCB) બેંકની શાખામાં ભાવેશભાઈ હરેશભાઈ વઘોરાનું ખાતું ચાલતું હતું. ભાવેશભાઈએ માત્ર ₹5,000ના કમિશનની લાલચે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને વાપરવા માટે આપ્યું હતું. આ સોદામાં વચેટીયા બનેલા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેષ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડાએ કુલ ₹15,000 કમિશન મેળવ્યું હતું, જેમાંથી ₹5,000 ભાવેશને આપી બાકીના ₹10,000 પોતાની પાસે રાખ્યા હતા.

એકાઉન્ટમાંથી ₹3.49 કરોડથી વધુની લેવડદેવડ

સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો કે, સામાન્ય કમિશન માટે ભાડે અપાયેલા આ બેંક ખાતામાં કુલ ₹3,49,61,073 (આશરે ₹3.49 કરોડ) જેટલી જંગી રકમ જમા થઈ હતી. આ રકમને તાત્કાલિક UPI, IMPS અને RTGS જેવા ડિજિટલ માધ્યમોથી દેશના અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

આંતરરાજ્ય કૌભાંડના તાર જોડાયા

સાયબર પોર્ટલ ‘SAMANVAYA’ અને ‘NCCRP’ પર થયેલી ચકાસણીમાં સામે આવ્યું કે આ એકાઉન્ટ સાથે ગુજરાત તેમજ રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોના તાર જોડાયેલા છે. પ્રાથમિક તપાસમાં ₹74 હજારના શંકાસ્પદ વ્યવહારોની સીધી લિંક પણ મળી આવી છે.

ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ સમગ્ર મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે:નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા (પટેલ) જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેષ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા – ભાવેશભાઈ હરેશભાઈ વઘોરા આ ત્રણેય શખ્સો તેમજ તપાસ દરમિયાન સામે આવનાર અન્ય તમામ સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. આ કરોડો રૂપિયાના નેટવર્કનું મુખ્ય સૂત્રધાર કોણ છે, અન્ય કેટલા ડમી ખાતાઓનો ઉપયોગ થયો છે અને આ કૌભાંડ ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો