TANKARA:ટંકારા રિલાયન્સ પેટ્રોલપંપ સામે બાવળની કાંટ પાછળ જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રિલાયન્સ પેટ્રોલપંપ સામે બાવળની કાંટ પાછળ જાહેરમાં ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 12,100નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 25/10/2026ના રોજ સાંજના સમયે ટંકારા પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રિલાયન્સ પેટ્રોલપંપની સામે આવેલ બાવળની કાંટ પાછળ કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની હકીકત મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચેય આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:મેહુલભાઈ નવનીતભાઈ કુંઢીયા (ઉં.વ. 25) લલીતભાઈ લાખાભાઈ કુંઢીયા (ઉં.વ. 28) અર્જુનભાઈ કૈલાશભાઈ કુંઢીયા (ઉં.વ. 19) કિરણભાઈ પ્રભાતભાઈ કુંઢીયા (ઉં.વ. 42)પંકજભાઈ ઈશ્વરભાઈ કુંઢીયા (ઉં.વ. 28) (તમામ રહેવાસી: ટંકારા) પોલીસે આરોપીઓની અંગઝડતી તેમજ પટમાંથી મળી આવેલી કુલ રૂ. 12,100ની રોકડ રકમ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













