MORBI:મોરબી-નવલખી હાઈવેના બિસ્માર રસ્તા અંગે રજૂઆત રંગ લાવી: આવેદનપત્ર બાદ R&B તંત્ર તાબડતોબ દોડતું થયું

મોરબી-નવલખી હાઈવેના બિસ્માર રસ્તા અંગે રજૂઆત રંગ લાવી: આવેદનપત્ર બાદ R&B તંત્ર તાબડતોબ દોડતું થયું, સમારકામ શરૂ થતાં અલ્પેશ કોઠીયાએ સ્થળ પર પહોંચી લીધી મુલાકાત

મોરબીથી નવલખી બંદરને જોડતા મુખ્ય હાઈવેની દયનીય અને જોખમી હાલત અંગે અપાયેલા આવેદનપત્રની ગણતરીના કલાકોમાં જ વહીવટી તંત્ર પર મોટી અસર જોવા મળી છે. માર્ગ પર પડેલા મહાકાય ખાડાઓ, ઉખડી ગયેલું ડામરનું પડ અને બેફામ દોડતા ઓવરલોડ વાહનોને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો મુદ્દે તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશ કોઠીયા, વિવિધ ગામોના સરપંચો અને જાગૃત નાગરિકોએ માર્ગ અને મકાન (R&B) વિભાગના કાર્યપાલક ઇજનેરને ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને માર્ગના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી.

તંત્ર દ્વારા રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતાં જ તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશ કોઠીયા જાતે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળે ચાલી રહેલી રોડની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અલ્પેશ કોઠીયાએ કામ કરી રહેલા ઇજનેરો અને એજન્સીને સ્પષ્ટ સૂચના આપી હતી કે, માત્ર ઔપચારિક લીપાપોથી કરવાને બદલે ગુણવત્તાયુક્ત અને ટકાઉ કામગીરી કરવામાં આવે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને કાયમી ધોરણે રાહત મળી શકે અને અકસ્માતોનું જોખમ ટળે.

નવલખી બંદર તરફ જતા આ અત્યંત વ્યસ્ત માર્ગ પર દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ખાડાઓ પૂરાવા અને રસ્તાનું સમારકામ તાત્કાલિક શરૂ થતાં સ્થાનિક ગ્રામજનો, વાહનચાલકો તેમજ મુસાફરોમાં રાહતની લાગણી પ્રસરી છે. જાગૃત નાગરિકો અને આગેવાનોની સમયસરની સક્રિયતાને કારણે તંત્રએ ત્વરિત કામગીરી હાથ ધરતાં લોકોએ આ પહેલને બિરદાવી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો