નસવાડીમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ

મુકેશ પરમાર,,, નસવાડી

નસવાડી તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના–રવિ ઋતુ વર્ષ 2026-27 અંતર્ગત કૃષિ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 26 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 10:30 કલાકે નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના, પ્રાયોજના વહીવટદારની કચેરી, છોટાઉદેપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિ વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને ખેતીમાં ઉપયોગી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુભાઈ ભીલ, નસવાડી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, નસવાડીના સરપંચ મેહુલભાઈ તડવી, જિલ્લા આદિવાસી મોરચાના મંત્રી મહેશભાઈ ભીલ તથા સોશિયલ મીડિયા કન્વીનર અલકેશભાઈ તડવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થી ભાઈઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો