કાલોલ ના વેજલપુરમાં તેજસ્વી તારલાઓનું સન્માન: સર્વોદય યુવા વિકાસ ટ્રસ્ટે 28 વિદ્યાર્થીઓને બિરદાવ્યા

તારીખ ૨૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ કાકણ ફળિયાના સૂર્યા હોલમાં ગત રવિવારના રોજ એક પ્રેરણાદાયી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સર્વોદય યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત સી.જે. એજ્યુકેશન સેન્ટર દ્વારા કોમ્પ્યુટર કોર્સમાં ઉત્તીર્ણ થયેલા 28 તેજસ્વી વિદ્યાર્થીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓને બેગ, મોમેન્ટો અને સન્માનપત્રો આપીને નવાજવામાં આવ્યા હતા. જ્યાં આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે ગોધરાના જાણીતા શિક્ષક ઇમરાનભાઈ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ છેલ્લા 25 વર્ષથી ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે. તેમના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને શોભાવવા માટે સર્વોદય યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સિદ્દીકભાઈ, ભાગ્યોદય યુવા વિકાસ મંડળના પ્રમુખ યોગેશભાઈ કાછીયા, ટ્રસ્ટના ઉપપ્રમુખ, મંત્રી, ઇકબાલભાઈ પાડવા, પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ, કાલોલ નગરપાલિકાના સદસ્યઓ, પત્રકાર મિત્રો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સમારંભને દીપાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સી.જે. એજ્યુકેશનના શિક્ષક સોહીલ જમાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો