થરામાં નગરદેવીશ્રી બહુચર માતાજીના શ્રીમાઈ મંડળ અને શ્રી ભવાઈ મંડળને બ્રહ્મ ભોજન કરાવ્યું.

થરામાં નગરદેવીશ્રી બહુચર માતાજીના શ્રીમાઈ મંડળ અને શ્રી ભવાઈ મંડળને બ્રહ્મ ભોજન કરાવ્યું.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં જુના ગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગરદેવી રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં શ્રીભવાઈ મંડળના ભાવિક ભક્તો વર્ષોથી પેઢી દર પેઢી પરંપરાગત ભવાઈ વેસ ભજવે છે.જેમાં વેલએજ્યુ કેટેડ મોટા ભાગે શિક્ષકો અને વહેપારીઓ દ્વારા ભવાઈમાં વંશ પરંપરાગત પાત્ર ભજવીને મનોરંજન સાથે લોકોને ધાર્મિક ઉપદેશ આપે છે. ચાચર ચોકના ભવાઈ વેશ કલાકારો ની આસો સુદ-૮ ની ભવાઈ જોવા થરા નગર થી ધંધા-રોજગાર અર્થે બહારગામ ગયેલા લોકો પરિવાર સાથે માદરે વતન આવી કુળદેવી માની પલ્લી ભરી આઠમની ભવાઈ વેશ જોવા અવશ્ય આવે છે. કલાકારોની કલાના કામણ ના વાહવાહ કરે છે ભવાઈ વેશના કલાકારોમાં જયંતીભાઈ નાઈ,પીન્ટુભાઈ નાઈ, આશુતોષભાઈ જોષી,હરેશભાઈ પ્રજાપતિ શિક્ષક, બચુભાઈ નાઈ, ભરતભાઈ બી. પ્રજાપતિ, મુકેશભાઈ દરજી,કૃણાલ વી.પ્રજાપતિ, ઝીલ વી.પ્રજાપતિ, કીર્તિભાઈ નાઈ,દત્ત દીપકભાઈ જોષી, લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી, જોઈતાભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ પ્રજાપતિ, મુકેશભારથી ગૌસ્વામી, જોષી ભરતભાઈ મફાભાઈ સહીત શ્રીભવાઈ મંડળના દરેક કાર્યકરો તેમજ શ્રીમાઈ મંડળના રાજુભાઈ સોની, હર્ષદ સોની,ભુપેન્દ્રભાઈ સોની,ગૌરાંગ સોની, હરીભાઈ સોની,રમેશભાઈ દરજી, પૂજારી મેહુલભાઈ દવે ઝેરડાવાળા સહિત માતાજીના અનેક ભક્તો અને ભૂદેવોને મહેશ્વરી પ્રવીણભાઈ શ્રીચંદભાઈ શ્રી નાથ રસોયા ગ્રુપ દ્વારા શરદ પૂનમના પવિત્ર દિવસે સવારે નગર દેવીશ્રી બહુચર માતાજીને થાળ ધરાવી બ્રહ્મ ભોજન કરાવેલ ત્યારે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ, સંતશ્રી ભરતપુરીબાપુગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુ એ આશીર્વાદ આપ્યા હતા.શ્રી ભવાઈ મંડળ અને શ્રીમાઈ મંડળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરી આભાર માન્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો