રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ માટે દિવાળી વેકેશન જાહેર કરતો પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બર, 2026 સુધી કુલ 21 દિવસનું રહેશે.

વધુમાં, માધ્યમિક શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે, જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના વિદ્યાર્થીઓનું વેકેશન એક જ સરખું રહી શકે. આ પરિપત્રની જાણકારી સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.
સાથે જ, તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષ માટે NCTEના ધારા-ધોરણ મુજબ નિયત કાર્ય દિવસો પૂર્ણ કરવાના હોવાથી તા. 16/11/2026 થી તેમનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થશે.










